કારેન મેથિયાસ યુનિવર્સિટી ઓફ કેન્ટરબરી, ન્યુઝીલેન્ડમાં જાહેર આરોગ્યના સહયોગી પ્રોફેસર અને ભારતના ઉત્તરાખંડ સ્થિત બુરાન્સ ખાતે વરિષ્ઠ સલાહકાર છે. સમુદાયિક આરોગ્ય પ્રણાલી, સામાજિક ન્યાય અને માનસિક સ્વાસ્થ્યના આંતરછેદ પર કામ કરતા જાહેર આરોગ્ય ચિકિત્સક કારેનને સમુદાય-આધારિત વ્યવસાયી તરીકે 20 વર્ષથી વધુનો અનુભવ છે. તેઓએ અગાઉ કંબોડિયા, કોલંબિયા અને ભારતમાં અને મિડસાં સોં ફ્રોંટિઆં (એમએસએફ) સહિતની સંસ્થાઓ સાથે કામ કર્યું છે.