કાકુલ સાઈરામ બુરાન્સ ખાતે લાઈવ એક્સપિરિયન્સ એડવાઈઝર (પ્રત્યક્ષ અનુભવ સલાહકાર) અને વન ઓલ ટ્રસ્ટ ખાતે ફંડરેઈઝિંગ અને ફિલાન્થ્રોપી કોઓર્ડિનેટર (નિધિ સંકલન અને પરોપકાર સમન્વયક) છે. તેઓ માનસિક સ્વાસ્થ્ય પડકારોનો વ્યક્તિગત અનુભવ ધરાવતા માનસિક સ્વાસ્થ્ય વ્યવસાયી છે. તેમનું કામ સમુદાયિક માનસિક સ્વાસ્થ્ય, સ્થિતિસ્થાપકતા અને લિંગ પર કેન્દ્રિત છે. વ્યાવસાયિક દ્રષ્ટિએ કાકુલને સમાવેશક માનસિક સ્વાસ્થ્ય સેવાઓ વિકસાવવા અને સાથીઓના સહયોગ દ્વારા બીજા લોકોને સશક્ત બનાવવામાં રસ છે. તેઓએ અગાઉ ટીસ (ટીઆઈએસેસ) મુંબઈ, મહિલા સમખ્યા ઉત્તરાખંડ, બીએએલએમ અને પીઆરઆઈએ જેવી સંસ્થાઓ સાથે કામ કર્યું છે.