મોહમ્મદ નવાઝુદ્દીનને વિકાસ અને શિક્ષણ ક્ષેત્રના વિવિધ ક્ષેત્રોમાં ઘણા વર્ષોનો અનુભવ છે. તેઓ હાલમાં મારીવાલા હેલ્થ ઇનિશિયેટિવ સાથે કામ કરે છે, અને અગાઉ સ્કૂલ ફોર ડેમોક્રેસી સાથે હતા જેમાં તેઓ યુવાનોની ભાગીદારી, બંધારણીય મૂલ્યો અને અધિકારો અને અભ્યાસક્રમ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને સામાજિક અને રાજકીય શિક્ષણના ક્ષેત્રમાં કામ કરી રહ્યા હતા. શિક્ષણ અને તકોની સમાન પહોંચ માટેની પ્રતિબદ્ધતાને કારણે નવાઝ અને બીજા કેટલાક લોકોએ અવસર કલેક્ટિવની સહ-સ્થાપના કરી છે.