શિવાની જાધવ નેશનલ સેન્ટર ફોર પ્રમોશન ઓફ એમ્પ્લોયમેન્ટ ફોર ડિસેબલ્ડ પીપલ ખાતે આસિસ્ટન્ટ પ્રોગ્રામ મેનેજર છે અને તેઓ એડવોકેસી ટીમના સહ-પ્રમુખ છે. તેઓ ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે ડોક્ટરલ સ્કોલર છે. તેઓએ મહિલાઓ અને બાળ અધિકારોના ક્ષેત્રમાં નેશનલ કમિશન ફોર વિમેન (રાષ્ટ્રીય મહિલા આયોગ) અને ભારત સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતા સંશોધન પ્રોજેક્ટ્સ પર કામ કર્યું છે. શિવાનીના સંશોધનના રસના વિષયોમાં વિકલાંગતા અંગેનો અભ્યાસ, ક્વિઅર અધિકારો, નારીવાદી ન્યાયશાસ્ત્ર, શ્રમ અને પર્યાવરણીય કાયદો શામેલ છે.