અનીતા મોતીભાઈ બારિયા ગુજરાતના મોટાઓરામાં સાત કુંડિયા મહાદેવ ખેડૂત વિકાસ મંડળ માટે સામુદાયિક સંસાધન વ્યક્તિ તરીકે કામ કરે છે . તેઓ સ્થાનિક વન સંસાધનોની જાળવણી અને વ્યવસ્થાપન માટે તેમના સમુદાયને સંગઠિત કરવાની, સરકારી યોજનાઓના લાભ અને વૈધાનિક અધિકારો મેળવવામાં સમુદાયને મદદ કરવાની અને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના અંતર્ગત આજીવિકાની તકો સાથે તેમના સમુદાયના લોકોને જોડવાની જવાબદારીઓ સંભાળે છે.